Sunday, March 9, 2014

પાટાથી ૩ ઇંચ અધ્ધર રહી દોડતી ટ્રેન મેગ્લેવ ટ્રેન

       તમે ક્યારેક લોહચૂંબકથી રમતા હશો. બે ચૂંબકના સમાન ધ્રુવો એકબીજાથી દૂર ભાગે  અને અસમાન ધ્રુવો એકબીજાથી ખેંચાઇને નજીક આવી જાય છે.
તમે ક્યારેક ય છે. આ જાણીતી વાત છે. એન્જિનિયરોએ ચૂંબકના આ ગુણનો ઉપયોગ આખી ટ્રેન  દોડવવામાં કર્યો અને એ પણ પાટાથી ત્રણ ઇંચ અધ્ધર રહીને, આવું કઇ રીતે બને તે પણ જાણવા જેવું છે. આ ટ્રેનને  મેગ્લેવ ટ્રેન કહે છે. મેગ્લેવનું આખું નામ મેગ્નેટિક લેવિરેશન છે. દેખીતી રીતે જ ટ્રેનમાં મેગ્નેટનો ઉપયોગ થવાનું સમજાઇ જાય. ટ્રેનના પાટા ઉપર સળંગ મેગ્નેટિક કોઇલ લગાડેલી હોય છે, પાટાને ગાઇડ વે કહે છે. ટ્રેનના ડબાના તળિયે પણ નાના મેગ્નેટ કતાર બંધ ચોડેલા હોય છે. પાટા અને ડબાના મેગ્નેટ વચ્ચે આકર્ષણ થાય છે અને ટ્રેન પાટા ઉપરથી ૩ ઇંચ જેટલી ઉંચકાઇને હવામાં લટકે છે. આ દરમિયાન પાટાની કોઇલમાં વીજ પ્રવાહ દાખલ કરાય છે. પરિણામે પાટાના મેગ્નેટના ધ્રુવો વારંવાર બદલાય  છે અને આકર્ષણ અપાકર્ષણથી ટ્રેન આગળ વધે છે.  ટ્રેનની પાછળ પણ મેગ્નેટિક ફોર્સનું અપાકર્ષણ બળ લાગે છે.
મેગ્લેવ ટ્રેન પાટાની અધ્ધર કરીને દોડતી હોવાથી તેને ઘર્ષણ લાગતું નથી એટલે કલાકના ૫૦૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જર્મની અને જાપાનમાં આ પ્રકારની હાઇસ્પીડ ટ્રેનોના વ્યાપક પ્રયોગો થયા છે. જોકે મેગ્લેવ ટ્રેનની ઘણી નવી પદ્ધતિઓ વિકસી છે. પરંતુ સિધ્ધાંત એકસરખો જ છે. મેગ્લેવ ટ્રેન ચાલે ત્યારે જરાય અવાજ કરતી નથી તે તેનું બીજું જમા પાસું છે.

કમ્પ્યુટરમાં વપરાતા કેબલને જાણો


   
કમ્પ્યુટરના હાર્ડવેર વિશે તો લગભગ સૌ કોઈને જાણકારી હશેપરંતુ તેને જેના દ્વારા જોડવામાં 
આવે છે તેવા કેબલની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે. કમ્પ્યુટર રિપેર કરતાં ભલે ન આવડે 
પરંતુ તેના વિશે એટલે કે તેના હાર્ડવેર અને તેના જોડાણ અંગે થોડીઘણી માહિતી હોય તો તે સંકટ
 સમયની સાંકળ પુરવાર થતી હોય છે. જાણીએ કેટલાક કમ્પ્યુટરના કેબલ વિશે.

વીજીએ કેબલ

સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે જોડવા માટે જે કબલનો ઉપયોગ થાય છે તેને વીજીએ કેબલ કહે છે. 
આજે તેનું સ્થાન ડીવીઆઈ કેબલે લઈ લીધું છે. વીજીએ કેબલના સીપીયુ સાથે જોડાતાં કનેક્ટર કે છેડે 
ત્રણ હારમાં કુલ મળીને પંદર પીન હોય છે.

આઈડીઈ કેબલ

આઈડીઈ કેબલને પેરેલલ એટીએ કેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટોરેજ ડિવાઈસ જેમ કે 
હાર્ડ ડિસ્ક અને સીડી રોમ વગેરેને મધરબોર્ડ સાથે જોડવા માટે તેનો ઉપયોગ થાય છે. તે દેખાવમાં 
પાતળો અને રિબીન જેવો હોય છેજેમાં બે અથવા ત્રણ કનેક્ટર હોય છે. એક કનેક્ટરમાં ચાલીસ પીન 
હોય છે. જેમાંથી એક મધરબોર્ડ સાથે જોડાય છે અને બાકીના ડિવાઈસ સાથે જોડાય છે. 

સાટા કેબલ અને ઈ- સાટા

સાટા કેબલનો ઉપયોગ સ્ટોરેજ ડિવાઈસને મધરબોર્ડ સાથે જોડવા માટે થતો હતો. હાઈ ડેટા ટ્રાન્સફર સ્પીડ 
માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે લગભગ દરેક મધરબોર્ડમાં ઈન્ટીગ્રેટેડ સાટા એડેપ્ટર હોય છે.
પાટા નામનો કેબલ કે જે સાટા જેવો જ છે,તેનો ઉપયોગ ડેસ્કટોપ અને સર્વર કમ્પ્યુટર તથા પોર્ટેબલ કમ્પ્યુટરમાં
થાય છે. સાટા કેબલમાં બે કનેક્ટર હોય છેજેના બંને છેડે આઠ પીન હોય છે. જેમાંથી એક મધરબોર્ડ અને એક 
ડિવાઈસમાં લાગે છે.
       ઈ-સાટા (એક્સટર્નલ સિરીયલ એડવાન્સ ટેકનોલોજી) એ સાટા ટેકનોલોજી જેવી જ છેતેના પોર્ટ પણ 
સાટા જેવા જ છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ કે ઓપ્ટિકલ ડ્રાઈવને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે.

યુએસબી કેબલ

વિવિધ હાર્ડવેર કે પેરિફેરલ ડિવાઈસને કમ્પ્યુટર સાથે જોડવા માટે યુએસબી ખૂબ જ પ્રચલિત છે. માઉસથી
 માંડીને કી-બોર્ડ પણ આજે યુએસબી કનેક્ટરવાળા જ પસંદ કરવામાં આવે છે. દરેક યુએસબી કેબલને બે 
કનેક્ટર હોય છે. મોબાઈલ માટે જે ઉપયોગમાં લેવાતા કેબલને મિની અથવા માઈક્રો યુએસબી તરીકે 
ઓળખવામાં આવે છે. 

ફાયરવાયર

  તે યુએસબી જેવો જ પરંતુ યુએસબી કરતાં ફાસ્ટર હોય છે. હાઈ બેન્ડવિથ ડિજિટલ ડિવાઈસ જેમ કે
 પ્રિન્ટરસ્કેનર અને કેમકોર્ડર સહિત ૩૬ જેટલાં ડિવાઈસને જોડવા માટે આ કેબલનો ઉપયોગ કરાય છે.


એચડીએમઆઈ

એચડીએમઆઈ (હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઈન્ટરફેસ)નો ઉપયોગ ડિજિટલ વિડિયો સોર્સ 
(પીસી ગ્રાફિક કાર્ડ અને બ્લૂ-રે પ્લેયર) અને ડિજિટલ એલસીડી મોનિટર વચ્ચે હાઈ ડેફિનેશન
 વિડિયોના ટ્રાન્સમિશન માટે થાય છે. 

આરજે-૪૫

આરજે-૪૫નો ઉપયોગ લોકલ એરિયા નેટવર્કમાં કમ્પ્યુટરને જોડવા માટે કરવામાં આવે છે. 
ઈન્ટરનેટ કનેક્શન પણ મોટેભાગે આ કેબલ દ્વારા જ કરવામાં આવે છે.



દાંતમાં ઈનેમલ અને ડેન્ટિનનું શું મહત્વ છે?

         આપણા મોઢાના દાંતની જાળવણીમાં સૌથી વધુ મહત્વની તેની સફાઈ છે. ઓછામાં ઓછા બે વાર તો દાંતની સફાઈ કરવી જ જોઈએ. તમને ખબર છે ફ્લોરાઈડ નામનું એક રાસાયણિક તત્વ છે તે દાંતના ઈનેમલને મજબૂત કરે છે. સફેદ રંગના સૌથી ઉપરના આવરણને ઈનેમલ કહેવાય. તે દાંતના અંદરના નાજુક ભાગોનું રક્ષણ કરે છે. ઈનેમલને કારણે જ આપણા દાંત મોતીની જેમ ચમકે છે. 

દાંતમાં સડો થવાથી કે કળતર થવાથી ઈનેમલ નીકળી જાય ત્યારે દાંતમાં અસહ્ય દુખાવો થાય છે. ઈનેમલ પછી અંદર આછા પીળા રંગનું ડેન્ટિનનું આવરણ હોય છે. ડેન્ટિન ઈનેમલ કરતાં થોડુંક ઓછું મજબૂત હોય. દાંતનો સડો ઈનેમલ સુધી પહોંચે પછી ડેન્ટિન સુધી પહોંચતા દાંતનો દુખાવો વધે છે.

પ્રકાશ અને રંગોનું વિજ્ઞાન

               સૂર્યનાં કિરણો સામાન્ય રીતે સફેદ દેખાય છે પરંતુ સફેદ કિરણોમાં ઘણા બધા રંગો હોય છે. આપણ તેમાંના સાત રંગોને મેઘધનુષમાં જોઈ શકીએ છીએ. આપણી આસપાસ રહેલી વસ્તુઓ વિવિધ રંગની હોય છે. દરેક વસ્તુ ઉપર પડતાં સૂર્યપ્રકાશનું પરાવર્તન થઈ અપણી આંખમાં પ્રવેશે ત્યારે તે ચીજ આપણને દેખાય છે. સૂર્યપ્રકાશ વિના અંધારામાં આપણને કંઈ દેખાય નહીં. દરેક વસ્તુ ઉપર સૂર્યનાં કિરણ પડે ત્યારે વસ્તુની સપાટી કેટલાક રંગોને શોષી લઈને બાકીના રંગ જ પરાવર્તિત કરે છે. એટલે આપણને તે વસ્તુ સાત પૈકીના કોઈ એક કે બે રંગની દેખાય છે. જે વસ્તુ બધા જ કિરણોને શોષીને માત્ર લાલ રંગ પરાવર્તિત કરે તે વસ્તુ લાલ દેખાય. પારદર્શક કાચ કે પાણી સૂર્યપ્રકાશના તમામ રંગોનું શોષણ કરી લે છે એટલે તે રંગ વિનાના દેખાય છે.
સૂર્ય પ્રકાશની ગેરહાજરીમાં તે રાત્રે આપણે મીણબત્તી, દીવા કે ઈલેક્ટ્રીક બલ્બ કે ટયુબનો પ્રકાશ મેળવીએ છીએ. આ વસ્તુઓ પ્રકાશનાં કિરણો ફેલાવે છે. ઘણી વાર રંગીન પ્રકાશ ફેલાવતાં બલ્બ પણ જોવા મળે ત્યારે તેના પ્રકાશમાં આસપાસની વસ્તુઓ પણ લાલ, લીલી કે ભૂરી દેખાય છે.



નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણન

       મિત્રો, આજે આપણે મળવાના છીએ વર્ષ ૨૦૦૯માં રસાયણશાસ્ત્રના વિષયમાં નોબેલ પારિતોષિક મેળવનારા વિજ્ઞાની વેંકટરામન રામક્રિષ્ણનને. તેમને વેન્કીના હુલામણાં નામથી ઓળખવામાં આવે છે. વેન્કીનો જન્મ ૧૯૫૨માં તમિલનાડુના ચિદમ્બરમ્ ખાતે થયો હતો. તેમના પિતા સી.વી.રામક્રિષ્ણન અને માતા રાજલક્ષ્મી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ખાતે જીવરસાયણ વિષય ભણાવતાં હતાં. એટલે વેન્કીને વિજ્ઞાનના વિષયમાં રુચિ અને વિજ્ઞાની બનવાનું સપનું વારસામાં મળ્યું હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં મેળવનારા વેન્કી વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ૧૯૭૧માં ભૌતિકશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ઉપાધિ મેળવનારા વેન્કીએ અમેરિકાની ઓહાયો યુનિર્વિસટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.
૧૯૮૩ના ગાળાથી વેન્કીએ માનવશરીરની જૈવ પ્રણાલીસમા રિબોઝોમ પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી. રિબોઝોમના બંધારણ અને કાર્ય પર કરેલા સંશોધનને કારણે તેમને ૨૦૦૯માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૦માં ભારતના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મ વિભૂષણથી તેમને નવાજવામાં આવ્યા હતા. 
 


ભારતમાં સંદેશાવ્યવહારમાં ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા

          મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

૧૯૮૪માં રાજીવ ગાંધીની સાથે મળીને ભારતને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રમાં વેગવંતું બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમના પ્રયત્નોના પરિણામે આજે ભારતનાં મોટાભાગનાં મહાનગરો અને નગરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દૂરસંચારની વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય છે. તેઓ નેશનલ નોલેજ કમિશનના સભ્ય છે. આ કમિશન ભારતમાં શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે કાર્ય કરે છે. ગયા મે મહિનામાં પિત્રોડાને ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઈન્ફર્મેશન સોસાયટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ૨૦૦૯માં પદ્મ ભૂષણ એવોર્ડ, એ જ વર્ષે રાજીવ ગાંધી ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  

                                                      

ગેલેલિયો ગેલિલી

         ગેલેલિયો ગેલિલી (૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ – ૮ જાન્યુઆરી ૧૬૪૨)જે ગેલેલિયો ના નામેજાણીતોછેએ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રીગણિતશાસ્ત્રીખગોળશાસ્ત્રીઅને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિમાં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરીકોપરનિકનીઝમ ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી", "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ", "ફાધર ઓફ સાયન્સ" અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ" કહેવાય છે. સ્ટીફન હોકિંગના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે."


તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.


તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ (heliocentrismને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું. સ્ટેલર પેરેલાક્ષના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ (geocentrism)માં માનતા હતા,તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો. આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન દ્વારા કરવામાં આવીતેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી.ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ (Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો. તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ. આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ (Two New Sciences)"ની રચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.

વિશ્વના વિજ્ઞાની રેલવેનો પિતામહ જ્યોર્જ સ્ટીફન્સન



        સરળઅને સલામત યાત્રા પ્રવાસ માટે રેલ્વે ઉત્તમ માધ્યમ છે અને લોકપ્રિય પણ છે. આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હાઇસ્પીડ ટ્રેનો ઉપલબ્ધ છે. આજે ઇલેકટ્રીક અને ડીઝલ વડે ચાલતા એંજિનો વડે રેલ્વે ચાલે છે. પરંતુ પ્રારંભકાળમાં રેલ્વે સ્ટીમ એન્જિન વડે ચાલતી. સ્ટીમ એન્જિનની શોધ જૂની છે પરંતુ તેના વડે પાટા પર ગાડી દોડાવવાની શરૃઆત જ્યોર્જ સ્ટીફન્સને કરેલી. રેલ્વે ઉદ્યોગનો  તે પિતામહ ગણાય છે.

જ્યોર્જ સ્ટીફન્સનનો જન્મ ઇ.સ. ૧૭૮૧ના જૂનની ૯ તારીખે ન્યુકેસલ નજીક વિલામ ગામે થયો હતો. તેના માતાપિતા નિરક્ષર હતા. તેના પિતા સ્થાનિક ફેકટરીમાં ફાયરમેનનું કામ કરતા. ગરીબ પરિવારમાં જન્મેલ સ્ટીફન્સનને ભણવા માટે પૈસા નહોતા. ૧૭ વર્ષની ઉંમરે સ્ટીફન્સને એન્જિનમેન તરીકે નોકરી સ્વીકારી. સ્ટીફન્સનને ભણવું ગમતું. પોતાના પગારમાંથી પૈસા ચૂકવી તે રાત્રીશાળામાં દાખલ થયો. ૧૮ વર્ષની ઉંમરે તેણે ભણવાનું ચાલુ કર્યું. ઘડિયાળ રીપેરિંગ જેવાં કામ કરીને તે વધારાના પૈસા કમાઇ લેતો. એક જાણીતી ફેકટરીના પંપિંગ એન્જિનનું સફળ સમારકામ કર્યા પછી તેને બઢતી મળી અને સ્ટીમ એન્જિન દ્વારા ચાલતા મશીનોની દેખરેખ રાખવા નિમણૂંક મળી. સ્ટીફન્સન ખાણમાં નોકરી કરવા દરમિયાન ડેવીના અભય દીવા જેવો સેફટી લેમ્પ શોધેલો. પરંતુ અશિક્ષિત હોવીથી પોતાની શોધ યોગ્ય જગ્યાએ જાહેર કરી શક્યો નહીં. તે જમાનામાં રીચાર્ડ ટ્રેવિથિક નામના એન્જિનિયરે ચાર પૈડાંવાળી સ્ટીમ વડે ચાલતી ગાડી બનાવી. જોકે તેને સફળતા મળી નહોતી. સ્ટીફન્સને પણ સ્ટીમ એન્જિન વડે ચાલતું વાહન બનાવ્યું. તેને લોકોમોટિવ નામ આપ્યું. સ્ટીફન્સને બનાવેલું સ્ટીમ એન્જિન ૩૦ ટન કોલસો ભરીને ૬ કિલોમીટરની ઝડપે ચાલતું. સ્ટીફન્સને પોતાની શોધ ૧૮૧૬માંપેટન્ટ કરાવી અને લોખંડના પાટા પર ગાડી દોડતી કરી. સ્ટીફન્સન પ્રસિધ્ધ થયો. ઇ.સ.૧૮૩૦માં તેણે બ્રિટનના લીવરપૂલ અને માંચેસ્ટર વચ્ચે યાત્રા પ્રવાસ માટે વિશ્વની પ્રથમ રેલ્વે લાઇન શરૃ કરી. તેના પાટા ૪ ફૂટ ૮.૫ ઇંચ પહોળા હતાં. તેને સ્ટીફન્સન ગેજ કહેવાય છે.
અત્યંત ગરીબીમાં ઉછરીને વિશ્વને રેલ્વેની ભેટ આપનાર સ્ટીફન્સન વિજ્ઞાાન ભણ્યો નહોતો પરંતુ આપસૂઝથી યંત્રવિદ્યાનું જ્ઞાાન મેળવી પરિશ્રમ કરી સિધ્ધિ મેળવી શક્યો હતો. બ્રિટનમાં મોટા શહેરોમાં સ્ટીફન્સનની પ્રતિમાઓ તેમજ સ્મૃતિ સ્થાનો સ્થપાયાં છે અને તેને રાજકીય સન્માન અપાયું છે. ઇ.સ.૧૮૪૮ના ઓગસ્ટની ૧૨ તારીખે તેનું અવસાન થયું હતું.


એર કંડિશન ની શક્તિમનું માપ ટન માં કેમ હોય છે ?


અવકાશયાત્રીના ખાસ પોષાક સ્પેસસૂટ

અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પૃથ્વી જેવું જ વાતાવરણ જોઇએ. અવકાશમાં હવાનું દબાણ, ઓક્સિજન કે ગુરુત્વાકર્ષણ બળના અભાવમાં માનવજીવન શક્ય નથી. એટલે અવકાશયાત્રીઓ માટે ખાસ પોષાક બનાવવા પડે છે. તેને સ્પેસસૂટ કહે છે.
સ્પેસસૂટમાં સૌપ્રથમ તો શરીર પર દબાણ અને ઓક્સિજનનો પુરવઠો સૌથી જરૃરી છે. અવકાશયાત્રીઓને સ્પેસવોક પણ કરવી પડે તેવા સંજોગોમાં પ્રચંડ ગરમી કે પ્રચંડ ઠંડીનો સામનો કરી શકે તેવા પદાર્થમાંથી બનાવેલા હોય છે. સ્પેસસૂટની સાથે હેલ્મેટ, હાથનાં મોજાં અને પગના બૂટ પણ જરૃરી છે.
દરેક અવકાશયાત્રીના કાર્ય મુજબ જુદી જુદી ડિઝાઇનના સ્પેસસૂટ પહેરાવાય છે. સ્પેસવોક કરવા માટેના સ્પેસસૂટમાં પ્રવાહી ફિલિંગ સિસ્ટમ હોય છે. સ્પાન્ડેકસ નામના પદાર્થમાંથી બને છે.  
અવકાશમાં પહેરવા માટેના પ્રથમ સ્પેસસૂટ ૧૯૩૦માં બનેલા. સ્પેસસૂટ પહેરીને અવકાશમાં જનાર પ્રથમ અવકાશયાત્રી પૂરી ગેંગરીન હતો.
સ્પેસસૂટ હાર્ડ અને સોફ્ટ એમ બે પ્રકારના હોય છે. સોફ્ટસૂટ કાપડમાંથી બને છે. જ્યારે હાર્ડ સૂટ ધાતુની ફોઇલ અને બોલબેરિંગવાળા સાંધાના બને છે. વિવિધ દેશોની અવકાશ સંસ્થાઓ જુદી જુદી ડિઝાઇનના સ્પેસસૂૂટ બનાવે છે. અમેરિકાની નાસાએ ૫૦ કરતાય વધુ પ્રકારના સ્પેસશૂટ વિકસાવ્યા છે દરેક સ્પેસશૂટને અવનવા નામ પણ આપવામાં આવે છે. રશિયાની અવકાશ સંસ્થા સ્પેસસૂટને ઇગલ, હોક, ફાલ્કન એવા પક્ષીઓનાં નામ આપે છે. સ્પેસસૂટ ૧૦ કિલોથી માંડીને ૧૦૦ કિલો વજનનાં હોય છે.



પૃથ્વીનું ધરીભ્રમણ અને પ્રદક્ષિણા

સૂર્ય, ચંદ્ર, અને તારા દરરોજ પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ચક્રાકાર ફરે છે. એટલે બાકીના અવકાશી પદાર્થો આપણને ઊગતા અને આથમતા દેખાય છે પૃથ્વી પરના જે દેશો સૂર્યની  સામે હોય ત્યાં દિવસ હોય છે, પૃથ્વી ધરી પર ફરતી હોવા ઉપરાંત સૂર્યની આસપાસ પરિક્રમા પણ કરે છે. પૃથ્વીની ધરી ૨૩.૫ ડિગ્રી નમેલી રાખીને પ્રદક્ષિણા કરે છે. ધરી ત્રાંસી હોવાથી પ્રદક્ષિણા દરમિયાન એવી સ્થિતિ આવે છે કે ઉત્તર ગોળાર્ધના દેશોમાં ગરમી અને દક્ષિણ ગોળાર્ધના દેશોમાં ઠંડી હોય છે. દર છ મહિને આ સ્થિતિ બદલાય છે. ધરી ત્રાંસી હોવાના કારણે જ ઉનાળામાં દિવસ લાંબો અને શિયાળાનો દિવસ ટૂંકો હોય છે. વળી સૂર્ય પૂર્વમાં એક જ સ્થળેથી ઊગતો દેખાતો નથી. શિયાળામાં તે થોડી દક્ષિણ દિશા તરફથી ઊગીને પશ્ચિમ તરફ જાય છે. ઉત્તરાયણ પછી સૂર્ય થોડી ઉત્તર તરફ ઊગીને પશ્ચિમ તરફ જતો હોય તેમ લાગે છે. પૃથ્વીથી સૂર્ય સુધી એક સીધી લીટી દોરીએ તો તે સૂર્યને પાર કરીને વિવિધ તારા તરફ લંબાય. દર મહિને આ તારાઓ બદલાય છે. સૂર્ય આવા તારામંડળોમાંથી પસાર થતો હોય તેવું લાગે. તેને રાશિમાંથી પસાર થયો તેમ કહેવાય છે.



સુપર કમ્પ્યુટરમાં શું હોય છે ?

          કમ્પ્યુટર ઝડપથી કામ કરવા માટે જાણીતું છે પરંતુ સુપર કમ્પ્યુટર તો વીજળીવેગે કામ કરે છે. આ સુપર કમ્પ્યુટરની રચના જાણવા જેવી છે.દરેક કમ્પ્યુટરમાં માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ હોય છે. વિદ્યુતપ્રવાહની વધઘટ એ પ્રોસેસની મુખ્ય ચાવી છે. વાયરમાં વીજપ્રવાહ પ્રકાશની ઝડપે ગતિ કરે છે. સુપર કમ્પ્યુટરમાં પ્રોસેસીંગ યુનિટમાં વીજપ્રવાહની ઝડપ વધુમાં વધુ જળવાય તેવી ગોઠવણ હોય છે. પ્રોસેસીંગ યુનિટની ચીપ જેટલી નાની એમ વીજપ્રવાહને અંતર પણ ટૂંકુ કાપવું પડે. સેકંડના હજારમાં ભાગરેનીય ગણતરી થાય. સુપર કમ્પ્યુટરમાં નાની ચીપવાળા પ્રોસેસિંગ યુનિટનો સમૂહ હોય છે. આ બધાં જ યુનિટ સાથે મળીને મુખ્ય યુનિટને માહિતી આપે છે. એટલે સુપર કમ્પ્યુટર સાદા કમ્પ્યુટર કરતા હજારો ગણી ક્ષમતાવાળા બને છે.સુપર કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે અતિશય ગરમ થાય છે જેને સાદા એરકંડિશન્ડ કામ આવે નહીં તે માટે રાસાયણિક કૂલિંગ સિસ્ટમ રાખવી પડે છે. પુષ્કળ માહિતીનું ઝડપથી પૃથક્કરણ કરવું હોય ત્યારે આ કમ્પ્યુટર કામ આવે છે.  હવામાનની વિવિધ માહિતી અને આંકડાઓનું પૃથક્કરણ વસતી ગણતરીની વિવિધ તારવણી જેવાં મોટાં કામ ગણતરીની સેકંડમાં આ કમ્પ્યુટર દ્વારા થાય છે. સુપર કમ્પ્યુટર કદમાં મોટાં અને વજનદાર બને છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર ૯ ટન વજનનું છે અને સેકંડમાં ૧૦૦૦ અબજ ગણતરીઓ કરી શકે છે.



પાન સીવીને રહેઠાણ બનાવતા મંકોડા વિવર એન્ટ

        પક્ષીઓમાં જેમ જાત જાતના માળા બનાવવાની કુદરતી કળા છે તે જ રીતે કેટલાંક નાનાં જીવડાંઓ પણ અદ્ભૂત કારીગરીનો ઉપયોગ કરીને રહેઠાણ બનાવે છે. ઉધઇ અંધ હોવા છતાંય અનેક ખંડો અને રસ્તાઓવાળા એરકન્ડીશન્ડ દર બનાવે છે.  કીડી મંકોડા પણ જમીનમાં ખોરાક સંગ્રહ કરવાના ખંડ સહિતના અનેક માર્ગી દર બનાવીને રહે છે. કીડી  અને મકોડાની હજારો જાત થાય છે. આફ્રિકા અને એશિયાના દેશોમાંં જોવા મળતાં વિવર એન્ટ નામના મંકોડા ઝાડ ઉપર રહે છે અને તે પણ પાંદડા સીવીને બનાવેલા ઘરમાં.  દક્ષિણ ભારતમાં પણ લાલ મંકોડાની આવી જાત જોવા મળે છે.
અદ્ભુત દરજી કામ કરતા આ મંકોડા તેની લાળમાંથી બનેલા દોરા વડે નજીકનજીકના બે પાનની ધાર સીવીને ગોળાકાર ટનેલ જેવું ઘર બનાવે છે. હજારો મંકોડા ભેગા થઇ લાંબી ટનેલ જેવા ધર બનાવે છે. તેમની માળા બનાવવાની રીત પણ અનોખી છે. મંકોડી  રાણી એક પાન ઉપર ઇંડા મૂકે છે. તેમાંથી સંખ્યાબંધ લારવા પેદા થાય છે. આ બધા કામદાર મંકોડા બને છે. આ મંકોડા હરોળમાં ઊભા રહી પાનને ખેંચીને નજીક લાવી તેની ધાર સાંધીને ભૂંગળા જેવું ઘર બનાવે છે જેમ જેમ વધુ મંકોડા પેદા થાય તેમ તેમ ઘર પણ મોટું થતું જાય.
તમે નહી માનો પણ થાઇલેન્ડમાં લોકો આ મંકોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ મંકોડાની બનેલી વાનગી મોંઘી પણ લોકપ્રિય હોય છે.



શનિ પૃથ્વી કરતાં મોટો ગ્રહ હોવા છતાં ય હળવો કેમ ?

             કહેવાય છે કે વિરાટ કદના શનિ ગ્રહને મહાસાગરમાં મૂકે તો તે પાણી પર તરે. શનિ જેટલો મોટો છે તેટલો જ વજનમાં  હળવો છે. દરેક ગ્રહો સૂર્યમાંથી છૂટા પડેલા ગોળા છે. સૂર્યની નજીકના ગ્રહોમાં પથ્થર જેવા ખડકોનો ભરાવો થયો જ્યારે દૂર ફંગોળાયેલા ગ્રહો માત્ર વાયુના ગોળા બન્યા. સૂર્યથી સૌથી નજીકનો બુધ સૌથી વજનદાર છે તે એક ઘનમીટરે ૫૪૩૦ કિલોગ્રામ વજનનો છે. પૃથ્વી તેનાથી મોટી છે. તે દર ઘન મીટરે ૫૫૧૫ કિલો વજનની છે. ગુરૃ અને શનિ સૂર્યથી ઘણા દૂર છે. ગુરૃ વિશાળ કદનો હોવા છતાંય દર ઘનમીટરે ૧૩૩૦ કિલો વજન ધરાવે છે. શનિનું વજન દર ઘન મીટરે ૯૬૦ કિલો છે. તેમાં ખડકો ઓછા અને વાયુ વધુ હોય છે.



ગેસના બાટલા ગોળાકાર કેમ ?

                      રાંધણ ગેસ જેવા વાયુઓ તેમજ પેટ્રોલ જેવા જ્વલનશીલ પ્રવાહીઓની ટાંકી ગોળાકાર જ રાખવામાં આવે છે. રાંધણગેસના સિલિન્ડરમાં ગેસને સંકોચીને પ્રવાહી બનાવી ભરવામાં આવે છે. ૨૭૦ ઘન સેન્ટીમીટર વાયુને દબાણ આપીને માત્ર ૧ ઘન સેન્ટીમીટર પ્રવાહી સ્વરૃપ બને છે. અત્યંત ઉડ્ડયનશીલ પ્રવાહીમાંથી ગેસ વછૂટતો હોય છે. અને સીલીન્ડરની આંતરિક દિવાલ પર પ્રચંડ દબાણ કરતો હોય છે. એક ગણતરી પ્રમાણે બાટલાની દીવાલ પર એક સેન્ટીમીટરે ૮ કિલો જેટલું દબાણ થતું હોય છે. માટે ગેસના બાટલા મજબૂત હોય તે જરૃરી છે.
વાયુ ચારે દિશામાં દબાણ કરે છે. ગોળાકાર બાટલા એક પણ સાંધા વિના બનાવી શકાય એટલે તેને સાંધામાંથી તૂટવાનો ભય રહેતો નથી. કોઇપણ ચીજ ભરવા માટેનું પેકિંગ કે કન્ટેનર તે ચીજના વજન અને ઉપયોગને અનુલક્ષીને બનાવાય. તેમાં વિજ્ઞાાન અને ભૂમિતિ બંને કામ લાગે. પક્ષીઓના ઇંડા ગોળાકાર હોવાથી જ મજબૂત બન્યાં છે. ગેસના બાટલા અંદર તેમજ બહારથી પણ વધુ આઘાત સહન કરી શકે તે માટે ગોળાકાર બનાવાય છે.



રેશમ શેમાંથી બને છે ?

                  રેશમી કપડું તેની સુંવાળપ અને ચમક માટે જાણીતું છે. કાપડની ઘણી જાત હોય છે. સુતરાઉ કપડું કપાસમાંથી બને. ઊનનું કાપડ ઘેટાંની રૃંવાટીમાંથી બને, કેટલાક કાપડ કૃત્રિમ રેસામાંથી બને છે. કુદરતી રેસામાંથી બનતા કાપડમાં રેશમ વિશિષ્ટ અને લોકપ્રિય કપડું છે. રેશમ એટલું મુલાયમ છે કે રેશમની આખી ચાદર એક વિંટીમાંથી પસાર થઇ જાય છે. રેશમ એક જાતના કીડામાંથી બને છે. રેશમના કીડા તેના મોંમાંથી લાળ કાઢી કોશેટો બનાવે છે. આ કોશેટામાંથી લાળના તાર જુદા પાડી તેમાંથી રેશમી કાપડ બને છે.રેશમ પેદા કરતા કીડા શેતૂરના ઝાડ ઉપર જ થાય છે. આ કીડા ઇયળ જેવા હોય છે. પોતાના રક્ષણ માટે તે મોમાંથી લાળ કાઢીને શરીર પર વીંટાળે છે. આ લાળ સળંગ દોરી જેવી અને મજબૂત હોય છે.  ચીનમાં રેશમના કીડા ઉછેરવામાં આવે છે. કીડાના કોશેટાને ગરમ પાણીમાં નાખી તેમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. રેશમી કાપડની શોધ ચીનમાં થઇ હતી. હવે કૃત્રિમ રેશમના રેસા પણ બને છે. તેમ છતાં કુદરતી રેસાનું રેશમ લોકપ્રિય છે.



કમ્પ્યુટરની 'રેમ'નો શોધક ....... જે રાઇટ ફોરેસ્ટર

             કમ્પ્યુટરના સંચાલનમાં 'રેમ' ની ભૂમિકા મહત્વની છે. રેમ એટલે રેન્ડમ એકસેસ મેમરી. સીપીયુમાં લાંબી પટ્ટી જેવી આ ચીપ કામચલાઉ ડેટા સંગ્રહ કરે છે. વીજપ્રવાહ હોય ત્યારે તે સક્રિય હોય છે. રેમનું કામ મુખ્ય પ્રોસેસરનો બોજ ઓછો કરવાનું છે અને ઝડપ વધારવાનું છે. આધુનિક કમ્પ્યુટરમાં એસડી કે એચડી એવા ઘણાં પ્રકારની રેમ ઉપયોગમાં લેવાય છે. તેની ક્ષમતા મેગા બાઇટમાં હોય છે. રેમની શોધના મૂળમાં જે રાઇટ ફોરેસ્ટરે શોધેલું મલ્ટી કોઓર્ડીનેટ ડીજીટલી ઇન્ફર્મેશન સ્ટોરેજ ડિવાઇસ છે. ૧૯૪૦માં આ સ્ટોરેજ ડિવાઇસની શોધ કરી હતી. ફોરેસ્ટરે પ્રથમ કમ્પ્યુટર ગ્રાફિકની શોધ પણ કરેલી.જે રાઇટ ફોરેસ્ટરનો જન્મ ઇ.સ.૧૯૧૮ના જુલાઇની ૧૪ તારીખે અમેરિકાના નેબ્રાસ્કાના એન્સેલેમો ગામે થયો હતો. તેનો પરિવાર ગામની બહાર ફાર્મ હાઉસમાં રહેતો હતો. જ્યાં વીજળી નહોતી. હાઇસ્કૂલમાં ભણતા ફોરેસ્ટરે કાટના ભંગાર સ્પેરપાર્ટસનો ઉપયોગ કરીને પવનચક્કી બનાવી ઘરમાં ૧૨ વોલ્ટ ઇલેક્ટ્રીકસીટી પેદા કરે તેવું જનરેટર બનાવ્યું અને તેના ઘરમાં વીજળીના દીવા કર્યા, આમ બાળવયથી તેને ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિકમાં ઊંડો રસ હતો.માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યા બાદ તેણે ઇલેક્ટ્રીક અને કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં ઊંડાં સંશોધનો કર્યા અને રેમનું પ્રાથમિક સ્વરૃપ વિકસાવ્યું. તે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે જોડાયો અને જીવનભર સેવાઓ આપી.  ૧૯૫૧માં તેણે રેન્ડમ એક્સેસ મેગ્નેટિક કોર મેમરીની શોધ કરી.ફોરેસ્ટર સિસ્ટમ ડાઇનેમિકલની શોધ કરેલી. ફોરેસ્ટરે ઇલેક્ટ્રોનિકના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય તેવા સંખ્યાબંધ પુસ્તકો  લખ્યાં હતાં. ૯૫ વર્ષની ઉંમરે આજે પણ તેઓ સિસ્ટમ ડાઇનેમિકલના શૈક્ષણિક કાર્યને વિકસાવી રહ્યા છે.



Saturday, March 8, 2014

ડૉ. સી. એન. આર. રાવ

                                                                                                                              [ દિવ્યભાસ્કર માંથી સાભાર ]

વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા

[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.]

ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. વિક્રમભાઈમાં સંસ્થાઓના ઘડતર માટેની જરૂરિયાતો અને એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ આ બંને વચ્ચે ગજબનો મેળ હતો, જેણે એમને આપણા સમયના મહાન સંસ્થા ઘડવૈયા બનાવ્યા.
પહેલી સંસ્થા, જેને ઊભી કરવામાં ડૉ. વિક્રમભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો, એ હતી અટીરા (Ahmedabad Textile Industry’s Research Association). કાપડ ઉદ્યોગની એ ચીલાચાલુ રસમોમાં એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી. પોતાની અંગત ઓળખાણો અને વ્યક્તિ સાથે આંતર-સંબંધોને કારણે મિલોમાં વર્ષોથી કામ કરતા લોકો અને નવાસવા વિજ્ઞાનીઓ વચ્ચે એ વિશ્વાસનો સેતુ બન્યા. અટીરાના નવા સંશોધકો અને અમદાવાદના મીલમાલિકોની નવી પેઢીને નવી ઓળખ આપી. એમણે જે અર્થપૂર્ણ પાઠ ભજવવાનો હતો એ માટેની પરિસ્થિતિ અને તકો ઊભી કરી અને આ બધું આપવાની સાથે એમણે પોતાને માટે આવડતો, ક્ષમતા અને સભરતા મેળવ્યા. અટીરાને ઊભી કરવામાં વિક્રમભાઈએ સંસ્થાઘડતરની તાલીમ લીધી. ભવિષ્યમાં બીજી સંસ્થાઓ ઊભી કરવામાં મદદ કરતી વખતે એમને આ સફળ અનુભવ ઘણો કામ આવ્યો.
જ્યારે અટીરાને ઊભી કરવાનું એમને શ્રી કસ્તુરભાઈ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે વિક્રમભાઈ 28 વર્ષના હતા. 1947માં એ કેમ્બ્રીજમાંથી કોસ્મિક રેયઝમાં ડોક્ટરેટની પદવી લઈને હજુ આવ્યા જ હતા. કાપડ ઉદ્યોગનો એને કશો અનુભવ ન હતો કે ના તો કોઈ તાલીમ લીધેલી. તેમ છતાં એમણે અટીરાના સંગઠન અને વહીવટની જવાબદારી ઉત્સાહ અને વિશ્વાસ સાથે લીધી. અટીરાની શરૂઆતમાં એમણે એવા લોકોને લીધા જેમની તાલીમ વૈજ્ઞાનિક પદ્ધતિ વિષેની હતી. એમનું માનવું હતું કે જો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરવી હોય તો કાપડ ઉદ્યોગના અનુભવને બદલે શોધ પ્રક્રિયામાં તાલીમ લીધેલ વિજ્ઞાનીઓ વધુ ઝડપથી પ્રગતિ કરી શકશે. એમણે માન્યું કે કાપડ મીલની ટેકનોલોજી અને કાર્યને લગતો અનુભવ વૈજ્ઞાનિક રીતો અપનાવવા માટે પૂરતો નથી. એ વખતે પાછલો અનુભવ હોવા કરતાં વૈજ્ઞાનિક સૂઝ અને સમજની વધારે જરૂર હતી. આથી મોટા ભાગના મિલમાલિકોની સલાહને અવગણીને પણ એ પોતાના વિચારને વળગી રહ્યા. 1949 માં પહેલા ચાર જણાની નિમણૂંક કરી તે એક આંકડાશાસ્ત્રી, એક સમાજ મનોવિજ્ઞાની, ( આ લખનાર ડૉ. કમલા ચૌધરી પોતે) એક પોલિમર રસાયણશાસ્ત્રી અને એક પદાર્થ વિજ્ઞાની. આમાં પદાર્થવિજ્ઞાની સિવાય અન્યો પાસે ડોક્ટરેટની પદવી હતી પણ અનુભવ જરાય ન હતો. ઉપરાંત એ બધા 28 વર્ષથી ઓછી વયના હતા. વિક્રમભાઈની આંતરસૂઝ એવું કહેતી હતી કે ચીલાચાલુ જરૂરિયાતો અને જૂનો કાર્ય અનુભવ ઈચ્છિત પરિણામો નહીં આપી શકે. એ વખતનું અટીરાનું વાતાવરણ નવા નવા અખતરાઓથી, યુવાનીના જોશથી, સુધારાઓથી અને નવીનતાથી ધમધમતું. ત્રણ વર્ષમાં અટીરા કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં મહત્વનો પાઠ ભજવવા માંડેલું.
જ્યારે અટીરા ચાલુ થયું ત્યારે મોટા ભાગની મિલોમાં ગુણવત્તા નિયંત્રણની કોઈ પદ્ધતિ નહોતી. સૂતર અને રસાયણોના પરિક્ષણ માટે ગણીગાંઠી પ્રયોગશાળાઓ હતી અને તાલીમ આપવાના કાર્યક્રમો તો હતા જ નહીં. મેનેજરની જગ્યાએ મહદઅંશે મિલમાલિકનો કુટુંબી જ રહેતો. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રવેશ એટલે વૈજ્ઞાનિકો અને કાર્યકરો વચ્ચે, સંચાલન કરતા વિવિધ સ્તરો વચ્ચે અને પદાર્થ વિજ્ઞાની અને સામાજિક મનોવિજ્ઞાની વચ્ચે માહિતીની આપલેનો સેતુ બાંધવો. એમની વચ્ચે સંવાદ સાધવો. વિક્રમભાઈ વિવિધ જૂથો વચ્ચે સંવાદની કડી બનવામાં સફળ થયા કારણ કે અન્યની સાથે વાત કરતી વખતે વિક્રમભાઈ જરૂરી સન્માન જાળવતા અને પોતાની વિશ્વસનીયતા સ્થાપી શકતા. એ વખતે અરસપરસ કામ કરતા ત્રણ જૂથો હતા, જેમણે અટીરાના ઘડતર અને સામાજિક પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવ્યો. એક અટીરાનું સત્તામંડળ, જેમાં કસ્તૂરભાઈ લાલભાઈ, શાંતિસ્વરૂપ ભટ્ટનાગર (ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર), કે.એસ.ક્રિશ્નન (નેશનલ રિસર્ચ લેબોરેટરીના અધ્યક્ષ) અને વિક્રમભાઈ. બીજું જૂથ હતું પદાર્થ વિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીનું. ત્રીજું જૂથ હતું કાપડમીલના વિવિધ ખાતાઓના વડાઓનું (જે મીલમાલિકોના કુટુંબીઓ હતા) જેમણે અટીરાના વિજ્ઞાનીઓ જોડે માહિતીની આપ-લે કરવાની હતી. આ બધાની વચ્ચે કડી હતા વિક્રમભાઈ.
આમ વિક્રમભાઈ મિલમાલિકો વતી અટીરાના સત્તામંડળના સભ્ય, અટીરાની યુવાન વિજ્ઞાની ટોળીના સભ્ય અને કેલીકો મિલમાલિકની યુવાપેઢીના સભ્ય. આમ કુટુંબ, સામાજિક સંબંધો અને દેશના વૈજ્ઞાનિકોના જૂથમાં આગવી ઓળખ પામેલા વિક્રમભાઈ બધાને સહજ સ્વીકાર્ય બન્યા. આ ત્રણેય જૂથના લોકોએ સાથે મળીને ખોજ કરી, નવું નવું શીખ્યા અને નવા પ્રશ્નો અને પડકારોને ઓળખ્યા. આ પરિસ્થિતિમાં સંસ્થાકીય માળખું લચીલું હતું. વ્યક્તિની ક્ષમતા અને વિકાસની સાથે જરૂરી જવાબદારી મળી. આમાં વિશ્વાસનો ફાળો વધુ હતો. જુદા જુદા પ્રશ્નો માટે એમણે અલગ જૂથો બનાવ્યા જેમાં જુદી જુદી આવડતો અને અનુભવો હોય. આથી જ એમને અદ્દભુત પરિણામો મળ્યા. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર અને અનુભવને આધારે જવાબદારીઓ સોંપાય પણ વિક્રમભાઈ માનતા કે નવી સંસ્થાઓ યુવા પેઢી દ્વારા ઊભી થશે. યુવાનોની શક્તિમાં, શક્યતાઓમાં વિક્રમભાઈને અપાર વિશ્વાસ હતો અને આથી એ નવી તકો અને સ્વતંત્રતા આપતા. વિક્રમભાઈ માનતા કે જો નવી સંસ્થા પાસેથી સામાજિક અને ટેકનોલોજીમાં પરિવર્તનની અને નવા કાર્યો શરૂ કરવાની અપેક્ષાઓ રાખતા હોઈએ તો આપણે સંસ્થાની અંદરની કે બહારની વ્યક્તિપ્રતિભાઓને ઓળખીને આગળ કરવી પડશે અને એની સંભાળ રાખવી પડશે.
અટીરાના વિકાસના બીજા વર્ષે જ્યારે વિજ્ઞાનીઓ અમુક બાબતોમાં આગ્રહ રાખવા માંડ્યા ત્યારે મિલમાલિકો તરફથી એ માટેની ફરિયાદો આવી. એ વખતે વિક્રમભાઈએ શંકા, શરમ કે અવિશ્વાસ જેવી લાગણીઓને વચ્ચે લાવ્યા વગર એ પ્રશ્નોને કુશળતાથી હલ કર્યા. ઘણા મિલમાલિકોને વિક્રમભાઈના વિચારો, કામ કરવાની પદ્ધતિ પસંદ નહોતા. પણ કસ્તુરભાઈ બધાની ઉપરવટ જઈને પણ વિક્રમભાઈને પોતાની રીતે કામ કરવાની, નવા અખતરા કરવાની છૂટ આપતા રહ્યા. આમ સત્તામંડળમાં કસ્તુરભાઈએ વડીલ તરીકે સંભાળ રાખી વિક્રમભાઈની ઊભરતી પ્રતિભાને ટેકો આપ્યો. એવી જ રીતે વિક્રમભાઈએ અટીરાના યુવા વિજ્ઞાનીઓની, મિલના યુવાન ઈજનેરો અને મેનેજરોની વડીલ તરીકે સંભાળ રાખી. ઘણી સમિતિઓ, ચર્ચાઓ અને ઔપચારિક-અનૌપચારિક કાર્યક્રમોમાં વિક્રમભાઈએ આ યુવાનોને સંરક્ષણ અને ટેકો આપ્યો. જેથી એ યુવાનો હિંમતથી પોતાના અવનવા તુક્કાઓ વિષે બેધડક બોલી શકે.
સંચાલનની ફિલસૂફી વિષે વિક્રમભાઈએ એક વખત મને કહ્યું હતું કે, ‘એરિક એરિક્સનનો ‘પારસ્પરિતા’ (mutuality)નો વિચાર મને બહુ મહત્વનો લાગે છે. આ પારસ્પરિતાની જરૂર માત્ર વિદેશી મદદ મેળવતી વખતે કે પરદેશની સંસ્થા સાથે જોડાણ કરતી વખતે જ માત્ર જરૂરી નથી પણ લોકો સાથેના વિવિધ સંબંધોમાં જરૂરી છે. એનાથી પરસ્પરની શક્તિઓ વધે છે.’ વિક્રમભાઈના અંગત કાર્યોમાં કે સંસ્થાકીય સંબંધોમાં વિશ્વાસની ગુણવત્તા પાયામાં હતી. અટીરાના વિકાસ દરમ્યાન કસ્તુરભાઈએ વિક્રમભાઈમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, જેની સામે વિક્રમભાઈએ પૂર્ણ વિશ્વાસ અને સ્વતંત્રતા માત્ર વિજ્ઞાનીઓને જ નહીં પણ જુદા જુદા જૂથોના બધા લોકોને આપ્યા. આથી જ 1959માં ‘ટેક્સટાઈલ ટેકનીશીયન્સ એસોસીએશને’ તેમના પ્રમુખ બનવાનું વિક્રમભાઈને આમંત્રણ આપ્યું. અમદાવાદ કાપડ ઉદ્યોગના ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું કે ટેકનીશીયનો એક મિલમાલિકને પોતાનામાંના એક ગણી આવું આમંત્રણ આપે, એવો માણસ જેના શબ્દો પર, લાગણીઓ પર અને જેની માન્યતાઓ પર ટેકનીશીયનો વિશ્વાસ મૂકી શકે.
અટીરાની આડપેદાશ તરીકે વિક્રમભાઈએ બે નવી સંસ્થાઓ ઊભી કરી. મિલમાલિકોની યુવાપેઢી અને મેનેજરોની તાલીમ અર્થે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન અને શાળા કોલેજના શિક્ષકો-વિદ્યાર્થેઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે એ માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર.

શ્રી હોમી ભાભા


[ આ લેખ ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ પરથી સાભાર લેવામાં આવેલ છે.


નામ            હોમી જહાંગીર ભાભા   
જન્મ            30- ઓક્ટોબર, 1909, મુંબાઇ
અવસાન      24 – જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ – વિમાની અકસ્માતમાં
કુટુમ્બ પિતા  જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ
અભ્યાસ
  • 1927- કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
  • 1935 - કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
  • નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં
વ્યવસાય
  • જાણીતા અણુ વિજ્ઞાની
  • ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી
જીવન ઝરમર
  • 1939 – ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
  • 1945- જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
  • 1948 -  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
  • 1954 – ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
  • 1955- જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
  • 1966 – માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત -  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
  • ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા
સન્માન  
      તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું