Sunday, March 2, 2014

વેદના વિષયો

વેદોમાં  અવયવ રૂપ વિષય તો અનેકો છે, પણ એમાંથી ચાર મુખ્ય છે --
(1) વિજ્ઞાન:-  બધા પદાર્થોને યથાર્થ જાણવા . વિજ્ઞાન એને કહેવાય કે જે કર્મ, ઉપાસના, અને જ્ઞાન આ ત્રણનો યથાવત ઉપયોગ કરવો અને પરમેશ્વર થી લઈને જડ સુધી પદાર્થો નો સાક્ષાત બોધ હોવો . આ ચારેવામાં મુખ્ય છે . એ ઋગ્વેદનો વિષય છે .
(2) કર્મ:- એ ક્રિયા-પ્રધાન હોય છે . એના વિના વિદ્યાભ્યાસ અને જ્ઞાન નથી મળી શકતું, કારણ મન નો યોગ બહારની ક્રિયા અને ભીતરના વ્યવહાર માં સદૈવ રહે છે . એ વિષય યજુર્વેદનો છે .
(3) ઉપાસના:- જેનાથી કર્મોની સમાપ્તિ દ્વારા કર્મ-બંધન છૂટે, એ સામવેદ છે . સામવેદ માં ઉપાસના કાંડ છે .
(4) જ્ઞાન:- જેના દ્વારા સંશય દુર થાતાજ વિષયની સમગ્રતા પૂર્વક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ અથર્વવેદ છે . એમાં જ્ઞાનકાંડ છે .

No comments:

Post a Comment