Sunday, March 2, 2014

ગ્રામોફોન પર ગુન્જેલું પ્રથમ વાક્ય 'વેદ વાક્ય' હતું.


ગ્રામોફોન  પર  ગુન્જેલું પ્રથમ વાક્ય 'વેદ વાક્ય' હતું. 
ગ્રામોફોન નો આવિષ્કાર ૧૯મિ સદી માં થોમસ આલ્વા એડીસને કર્યો હતો. ઇલેક્ટ્રિક બલ્બ અને મોશન પિક્ચર કેમેરા જેવા અનેક આવિષ્કારો કરનારા એડીસન ચાહતા હતા કે સૌથી પહેલા ગ્રામોફોન પર કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાન નો અવાજ રેકોર્ડ કરવામાં આવે એને માટે એમને જર્મની નાં પ્રો. મેક્સ મુલર nઈ પસંદગી કરી જે 1૯ મી સદી ની એક મહાન હસતી હતા એમને એડીસન ને કહ્યું કે એક સમારોહ માં યુરોપ માં ઘણા વિદ્વાનો ભેગા થઇ રહ્યા છે, એ દરમિયાન આ કાર્ય ઉચિત રહેશે. એ પ્રમાણે એડીસન ઇંગ્લેન્ડ યુરોપ પહોંચી ગયા સમારોહ માં હજારો લોકો ની સામે એમનો પરિચય કરાવવામાં આવ્યો. બધા લોકોએ એડીસનનું કરતાલ ધ્વની થી સ્વાગત કર્યું. પછી એડીસન ની વિનંતી પર મુલર સ્ટેજ પર આવ્યા અને એમણે ગ્રામોફોનનાં રેકોર્ડીંગ પીસ પર થોડા શબ્દો બોલ્યા, એના પછી એડીસને ડિસ્ક ને ચાલુ કરી અને ગ્રામોફોન થી નીકળતો અવાજ બધા દર્શકો ને સંભળાવ્યો, બધા લોકો રોમાંચિત થઇ ઉઠેલલોકોએ આ અનુઠા આવિષ્કાર માટે એડીસનની ભરપુર પ્રસંશા કરી.
એના પછી મેક્સ મુલર પાછા સ્ટેજ પર આવ્યા અને દર્શકો ને કહ્યું, "મેં ગ્રામોફોન પર જે કઈ પણ રેકોર્ડ કર્યું તે તમને લોકોને સમજાયું?"
શ્રોતાઓમાં સન્નાટો છવાઈ ગયો, કારણ મુલર જે બોલ્યા હતા એ કોઈને પણ સમજાયું નાતુ પછી મેક્સ મુલરે તેઓને કહ્યું કે "હું સંસ્કૃતમાં બોલ્યો હતો એ ઋગ્વેદ નો પ્રથમ શ્લોક સૂક્ત હતો જે કહે છે, 'અગ્નિમિલે પુરોહિત' આ ગ્રામોફોન પર રેકોર્ડેડ પ્રથમ વાક્ય હતું". આખરે મુલરે  રેકોર્ડ કરવા માટે આજ વાક્ય કેમ પસંદ કર્યું મેક્સ મુલરે એને વિષે કહ્યું, " વેદ મનુષ્યો દ્વારા રચિત વિશ્વનો સર્વપ્રથમ ગ્રંથ છે અને આ વાક્ય ઋગ્વેદ નું પ્રથમ સૂક્ત છે. અતિ પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્ય પોતાના શરીરને ઢાંકવાનું પણ નાતો શીખ્યો હતો, શિકાર પર જીવન યાપન કરતો હતો, ગુફાઓમાં રહેતો હતો ત્યારે હિન્દુઓએ ઉચ્ચ શહેરી સભ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને એમણે વિશ્વને વેદના રૂપમાં એક સાર્વભૌમિક દર્શન પ્રદાન કર્યું માટે મેં આ મશીન રેકોર્ડ કરવા માટે આ વાક્ય પસંદ કર્યું". જ્યારે એને પાછુ એકવાર વગાડવામાં આવ્યું ત્યારે હાજર તમામ લોકો અ પ્રાચીન ગ્રંથ નાં સમ્માન માં ઉભા થઇ ગયા. આપણા દેશની આવી વિશાલ સંસ્કૃતિ છે.  

No comments:

Post a Comment