- ફર્નિચરને આકર્ષક બનાવવામાં સનમાઇકા ઘણું ઉપયોગી છે. રંગબેરંગી, સુંવાળા, વોટરપ્રુફ અને ઇધઇ ન લાગે તેવા આ પાટિયા રાસાયણિક પદાર્થોમાંથી બને છે તે કોઈ વૃક્ષના લાકડાના પાટિયા નથી.
- સનમાઇકા ફીર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણને ગરમ કરી ઘટ્ટ બનાવી ઢાળીને સુંવાળી સપાટીવાળા પાટિયા બનાવાય છે. આ પદાર્થ બનાવતી કંપનીઓએ તેને સનમાઇકા અને ફોરમાઇકા જેવા નામ આપ્યા છે.
- માઇકા એટલે અબરખ. તમે અબરખ જોયું હશે. ચમકતી સપાટી અને અર્ધપારદર્શક અબરખની પાતળી પતરી ઘણી ઉપયોગી છે. તે ખૂબ જ ગરમી સહન કરી શકે છે અને વિદ્યુતની અવાહક છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હિટર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે તેનો ઉપયોગ થાય છે.
- લેટિન ભાષામાં કીડી, ઉધઈ જેવા કિટકોને ફોરમાઇકા કહે છે. ફાર્મેલ્ડીહાઇલ્ડ કીડી અન ઉધઈનાશક છે એટલે સનમાઇકામાં ઉધઈ લાગતી નથી.
Monday, May 2, 2016
સનમાઇકા શું છે ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment